Anandiben Patel
today at 06:02. Facebook
શ્રી સત્તાવીસ ગામ કડવા પાટીદાર સમાજ સેવા કેળવણી ટ્રસ્ટ દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં વિજાપુર ખાતે હાજરી આપી.
સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે 10-12 ફેબ્રુઆરી દરમ્યાન ક્રાફ્ટરુટ્સના માધ્યમથી 100થી વધુ હસ્તકલાના ઉત્કૃષ્ટ કારીગરોને પ્રોત્સાહન આપવા પ્રદર્શનનું આયોજન કરેલ છે. પ્રદર્શનના ઉદ્ઘાટનમાં 10 ફેબ્રુઆરીએ 10 વાગે હું હાજર રહી સામેલ થનાર કારીગરોને પ્રોત્સાહિત કરીશ. દેશની આગવી અને લુપ્ત થઈ રહેલી હસ્તકલાની જાળવણી અને સંવર્ધન કરવું એ આપણી ફરજ છે. આપ સૌને હું આ પ્રદર્શનની મુલાકાત લેવા અને કારીગરોને પ્રોત્સાહન...
View details ⇨
અમદાવાદ શહેરના કોટ વિસ્તાર માટે મીની બસના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી.
It always feels honoured and proud to welcome Hon Prime Minister of India, Shri Narendra Modi ji in Gujarat!
ગઈકાલે ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના સંમેલનમાં ખેડા ખાતે હાજરી આપી, યુવાનોને દેશ અને સમાજની પ્રગતિમાં અવિરત યોગદાન આપવા અને દેશનિર્માણના કાર્યમાં નિઃસ્વાર્થ સેવા આપવાનો અનુરોધ કર્યો.
ગઈકાલે ઘાટલોડિયા વિધાનસભાના બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઘુમા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપી.
છેલ્લા ઘણા વર્ષોથી ક્રાફ્ટરુટ્સના માધ્યમથી દેશભરના હસ્તકલાના કારીગરોના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છું. દેશની ઉત્કૃષ્ટ અને લુપ્ત થઈ રહેલી હસ્તકલાની જાળવણી અને સંવર્ધન કરવું એ આપણી ફરજ છે. આવા 120થી વધુ કારીગરો માટે બરોડામાં સૂર્યા પેલેસ ખાતે 6 થી 8 જાન્યુઆરી સુધી એક આગવા પ્રદર્શનનું આયોજન કરેલ છે.

આપ સૌને હું આ પ્રદર્શનની મુલાકાત લેવા અને કારીગરોને પ્રોત્સાહન આપવા આમંત્રિત કરું છું. પ્રદર્શનના...
View details ⇨
ઘાટલોડીયા વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહ મિલનમાં હાજરી આપી. સૌ કાર્યકર્તા મિત્રોને આવનાર વર્ષમાં આત્મવિશ્વાસ સાથે સમાજ અને દેશના વિકાસમાં અવિરત ફાળો આપતા રહેવાનું સૂચન કર્યું.
આજે વર્લ્ડ આર્થરાઈટિસ ડે નિમિત્તે અમદાવાદ ખાતે આંતરઘ્વનિ સંસ્થા દ્વારા આયોજિત વોકેથોન-યોગસેશન તથા સેમિનારમાં હાજરી આપી. આર્થરાઈટિસ રોગની ગંભીરતા વિષે આજે વિસ્તૃત માહિતી મેળવી. આવા અનેક રોગ માટે વધુમાં વધુ સામાજિક જાગૃતિ ફેલાય અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ.
ગઈકાલે અમદાવાદ શહેરના ગરીબ કલ્યાણ મેળામાં અને લીલાપુરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપી.
આજે સવારે અમદાવાદ શહેર કારોબારીની બેઠકમાં હાજરી આપી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા કરાયેલ વિવિધ કામો લોકો સુધી લઇ જવા અને બાકી કામો પુરા કરાવવા કાર્યકરોને જણાવ્યું.
પ્રદેશ કારોબારી આણંદ ખાતે.
ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સિંચાઇ અને પાણી પુરવઠા યોજનાઓના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી. છેલ્લા 2 વર્ષમાં દેશમાં ગરીબો અને આદિવાસીઓ ના ઉત્થાન માટે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ થયેલ કામો સરાહનીય છે. તેમના ખેતરે ખેતરે પાણી પહોંચાડવાના સંકલ્પને સાર્થક કરવા આપણે વધુમાં વધુ ટપક પદ્ધતિનો પ્રચાર અને અમલીકરણ કરી પોતાનું યોગદાન આપવું જોઈએ.
ગઈકાલે અંબાજીમાં માતાના દર્શન કર્યા અને અનેક સેવાકેમ્પોની મુલાકાત લીધી. પદયાત્રી ભક્તોની શ્રદ્ધા અને સેવા કેમ્પોના આયોજકો અને સ્વયંસેવકોનો સેવાભાવ જોઈ ખુબ પ્રભાવિત થઈ. કોઈ ઉંચનીચ કે નાતજાતના ભેદભાવ વિના તમામ માટે ચાલતા સેવાકેમ્પો સામાજિક એકતા અને સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માં અંબાજીના પવિત્ર રૂટ પર સ્વચ્છતા યજ્ઞ દ્વારા માતાજી પ્રત્યે સાચો ભક્તિભાવ બતાવીએ તેવી સૌને અપીલ.
ક્રાફટરુટ્સ - જે દેશની 45 થી વધુ હસ્તકલા સાથે જોડાયેલ 25000 થી વધુ કારીગરોના ઉત્કર્ષ માટે કામ કરે છે તેના દિલ્હી ખાતેના સ્ટોરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી.
વસ્ત્રાપુર, મેમનગર, ઘાટલોડિયા અને ગોતા માં વિવિધ સ્થળોએ ગણેશજીની આરતી કરી સર્વના મંગલકારી ભવિષ્ય માટે પ્રાર્થના કરી.
આજે જામનગર જિલ્લાના સણોસરા ખાતે સૌની યોજનાના શુભારંભ સમારોહમાં હાજરી આપી. આ યોજના આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને કુશળ વહીવટી ક્ષમતાનું એક લાક્ષણિક ઉદાહરણ છે. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન આ યોજનાના આયોજન અને અમલીકરણમાં સહભાગી થવાનો મોકો મળ્યો તે બદલ હું કૃતજ્ઞતા અનુભવું છું અને આશા રાખું છું કે નર્મદાના નીર સૌરાષ્ટ્રના ખેતરોને વધુ સમૃદ્ધ કરે.
આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત "ઝીરો બજેટ આધારિત સજીવ ખેતી" શિબિરમાં ગાંધીનગર ખાતે હાજરી આપી.
આજે મહેસાણા ખાતે "હાઇફન ફૂડ્સ"ના અત્યાધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં હાજર રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને 12 લાખ હેક્ટર કરતા વધારે વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશન અપનાવવા બદલ અભિનંદન પાઠવ્યા. સૌથી વધુ બટાટાનું ઉત્પાદન કરનાર 3 જેટલા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું. પાટણ જિલ્લામાં ઉત્પન્ન થતા ગાજરને પણ બટાટા ની જેમ પ્રોસેસ કરી વિવિધ ખાદ્ય સામગ્રી અને સ્વાસ્થ્ય વર્ધક...
View details ⇨
વિધાનસભાના અધ્યક્ષ બનવા બદલ રમણભાઈ વોરાને શુભકામનાઓ પાઠવી.